શ્વાસની બદબુ, મોંઢાની દુર્ગંધ, મોં માંથી આવતી વાસ (હેલીટોસીસ)
મોંઢામાંથી આવતી
વાસના કારણે થતું નુકશાન
મોંઢામાંથી આવતી વાસના કારણો
મોં ની દુર્ગંધ દૂર કરવાના ઉપાયો
શું મોંની વાસને
કારણે તમારું લગ્નજીવન કે પ્રેમસંબંધ મુશ્કેલીમાં છે?
શું મોંની વાસને
કારણે લોકો તમારી સાથે વાત કરવા નજીક આવતા અચકાય છે?
મોંઢામાંથી આવતી વાસના કારણે થતું નુકશાન
મોંઢામાંથી આવતી
વાસથી લગ્નજીવન, ધંધાદારી કે
સામાજીક સંપર્કોને અસર થતી હોવાથી ઘણા લોકો
તેના વિષે ખુબ ચિંતાગ્રસ્ત હોય છે અને ખુબ જ શરમ અનુભવે છે. તેનાથી
વ્યક્તિનો સ્વભાવ અંતર્મુખી રહે છે. મોંમાંથી આવતી વાસને કારણે સતત સભાન રહેલા
વ્યક્તિ સામે વાળા વ્યક્તિ સાથે એકદમ નજીક જઈને વાત કરવાનું ટાળે છે. મોંમાંથી આવતી
ખરાબ વાસ કેટલાક કિસ્સામાં લગ્નસંબંધ કે પ્રેમસંબંધમાં ભંગાણ કે ખટાશનું કારણ બને છે.
મોઢામાંથી સતત આવતી વાસ પાયોરિયાની ભયજનક
નિશાની છે.
મોંઢામાંથી આવતી વાસના કારણો
મોઢામાંથી આવતી
વાસ ઉડ્ડયનશીલ સલ્ફર તત્વને કારણે હોય છે. જે મોઢામાં રહી ગયેલા ખોરાકનો
કોહવાવાથી (સડવાથી) આવે છે.
ઉચ્છવાસ
ફેફસામાંથી ઉત્પન્ન થઇ શ્વાસનળીમાંથી થઈને નાક કે મોં દ્વારા બહાર નીકળે છે. તેથી
ખરાબ વાસનું કારણ આમાંના કોઈ અંગને કારણે હોઈ શકે છે. ૮૦% કિસ્સામાં ખરાબ વાસનું
કારણ દાંત કે મોંઢાના રોગોને કારણે હોય છે. જેમકે દાંતનો સડો અને પાયોરીયા.
આપણા મોઢામાં કોઈ પણ સમયે અબજોની સંખ્યામાં બેક્ટેરિયા
રહેતા હોય છે. જમ્યા પછી દાંતની અનિયમિત
અવ્યવસ્થિત સફાઈને કારણે દાંતની સપાટી પર જામી જતાં તેમજ મોઢાની અંદર કયાંક
રહી ગયેલા ખોરાકને આ બેક્ટેરિયા સડાવે છે અને તેમાંથી ઉડ્ડયનશીલ સલ્ફર ઉત્પન્ન કરે છે. જે
વાસનું મોટું કારણ બને છે. દાંતમાં સડાને કારણે પડેલા ખાડા (કેવીટી) અને દાંત પર
જામેલી છારીને કારણે મોઢામાં ખોરાકના કણો રહી જાય છે, જે વાસ ઉત્પન્ન કરવા માટે
આદર્શ વાતાવરણ પૂરું પાડે છે.
ધૂમ્રપાનથી તીવ્ર
વાસ આવે છે.
કેટલાક ખોરાકથી
પણ મોંમાં વાસ આવે છે જેમકે લસણ, ડુંગળી કે
આલ્કોહોલ.
મોંઢેથી શ્વાસ
લેવાની ટેવથી પણ વાસ આવે છે.
લાળરસ ઓછો આવતો હોય તો વાસ આવે છે.
આ સિવાય અન્ય
કેટલાક (ભાગ્યે જ) વાસ આવવાના કારણો
જેવા કે ફેફસામાં રસી, ફેફસાનું કેન્સર,
સાયનસનો સોજો, શરદી, ટી.બી., ડાયાબીટીસ,
હોજરીનું કેન્સર, લોહીનું કેન્સર, કમળો, નાકમાં મસા, ગળાનું ઇન્ફેકશન
હોઈ શકે છે.
અન્ય કોઈ
બીમારીને કારણે જો તાવ આવતો હોય તો પણ મોંમાંથી વાસ આવવી સામાન્ય છે, જે થોડા
સમય પૂરતી જ હોય છે.
કેટલીક સ્ત્રીઓને
માસિક દરમિયાન મોંમાંથી વાસ આવે છે.
કયારેક એવું પણ બને કે શરીરમાં બધુ જ બરાબર હોય, કોઈ રોગ ના
હોય, મોઢાની સફાઇ પણ બરાબર થતી હોય. દાંતમાં કયાંય સડો ના હોય, પેઢાં પણ એકદમ
તંદુરસ્ત હોય, વાસ આવવાનું કોઈ જ દેખીતું કારણ ના હોય, છતાં પણ મોં માંથી કોઈ
અગમ્ય કારણોસર વાસ આવતી હોય છે. આવું બાળકોમાં ખાસ બનતું હોય છે.
મોં ની દુર્ગંધ દૂર કરવાના ઉપાયો
શ્વાસમાં આવતી દુર્ગંધની સારવાર તે કયા કારણોસર આવે છે, તેના પર આધાર રાખે છે. ૮૦% કિસ્સામાં વાસનું કારણ દાંત અને મોંઢાના રોગોને કારણે હોય છે. શ્વાસમાં આવતી દુર્ગંધ દુર કરવા માટે
- નિયમીત અને વ્યવસ્થિત દરેક વખતે જમ્યા બાદ બ્રશ વડે દાંતની સફાઈ કરો.
- સારા ટૂથબ્રશ અને ટુથપેસ્ટ ઉપયોગ કરો.
- મીઠાવાળા પાણીના કોગળા ઘણી રાહત આપે છે.
- એન્ટીસેપ્ટીક માઉથવોશથી થોડા સમય માટે દુર્ગંધ દુર કરી શકાય છે.
- જો દાંતમાં કેવીટી (સડો) થઇ ગયેલ હોય અને તેમાં ખોરાકના કણો ફસાઈ જતા હોય તો ફીલીંગ અથવા રૂટ કેનાલ ટ્રીટમેન્ટ (જે કઈ જરૂરી હોય તે) કરી શકાય.
- સડી ગયેલા દાંતના મુળિયા જો હોય તો દુર કરાવો.
- દાંત પર છારી કે પ્લાક જામી ગયેલ હોય તો સ્કેલીંગથી દુર કરાવો.
- પેઢામાં સોજો હોય, લોહી નીકળતું હોય એટલે કે પાયોરીયા જેવો રોગ હોય તો તેની યોગ્ય સારવાર કરાવો.
- જીભ પરથી નિયમિત ઉલ ઉતારો.
- મોંમાંથી વાસ આવવાના અન્ય કારણો જેવા કે શરદી, સાયનસનો સોજો, ગળાનું ઇન્ફેકશન, ફેફસાનું ઇન્ફેકશન જેવા રોગ હોય તો તે માટે જે તે યોગ્ય ડોક્ટર પાસે યોગ્ય સારવાર લો.
- ધુમ્રપાન તેમજ તમાકુનો ઉપયોગ ટાળો
- જો નીકળી શકે તેવા ચોકઠાનો ઉપયોગ કરતાં હો તો તેને સ્વચ્છ રાખો. રાત્રે પહેરવાનું ટાળો.
- પુષ્કળ માત્રામાં પાણી પીવો.
મોઢામાંથી આવતી દુર્ગંધ તમારા લગ્નજીવન, ધંધાદારી કે
સામાજિક સંબંધો પર અવળી અસર કરી શકે છે. તમારા મોઢાની તંદુરસ્તી માટે પણ જોખમી છે.
દાંત, મોઢાની યોગ્ય કાળજીથી મોઢામાંથી આવતી દુર્ગંધ પર કાબૂ કરી શકાય છે.
જો આપ મોઢામાંથી આવતી દુર્ગંધની સમસ્યાથી પરેશાન હો તો કોઈ
પણ જાતના સંકોચ વગર યોગ્ય નિદાન, સારવાર અને માર્ગદર્શન માટે અમારો રુબરુ સંપર્ક
કરી શકો છો.
ડૉ. ભરત કટારમલ ડેન્ટલ ક્લિનિક, જામનગર . ફોન નંબર 9714290071