એક કહેવત છે, રોગ
અને દુશ્મનને ઉગતો ડામવો.
સારવાર કરતા સંભાળ
ભલી – Prevention is better than cure.
દાંતના રોગોને અટકાવવા
માટે દાંતની નિયમિત તપાસ ખુબ જ મહત્વની છે. કેટલાક દાંતના રોગોની
શરુઆત નાની તકલીફોથી શરુ થાય છે, સમય જતા, રોગ ગંભીર સ્વરૂપ લે
છે, અને તેની સારવાર વધુ ખર્ચાળ બનાવે છે.
દર છ મહીને દાંતની
નિયમિત તપાસ કરાવવી સલાહભર્યુ છે. દર છ મહીને દાંતની તપાસ કરાવવાથી દાંતના કેટલાક રોગોને
અટકાવી શકાય છે, અને જો રોગ હોય તો તેને શરુઆતના સ્ટેજમા જ તેનુ નિદાન કરી સારવાર કરવાથી
તેને વધુ ગંભીર અને ખર્ચાળ બનતો અટકાવી શકાય છે.
નિયમિત દાંતની તપાસથી
નીચેના રોગો અટકાવી શકાય અથવા નિદાન કરી શકાય છે.
♦ પાયોરીયા
♦
કેવીટી
♦
નિષ્ફળ
ફિલીંગ
♦
ઓરલ કેન્સર.