મોઢામાં ચાંદા, છાલા પડયા છે - દવા - શું કરવું


ચાંદા અથવા છાલા પડવાના કારણો

મોઢામાં ચાંદા પડે તો શું કરવું?

ચાંદા માટે દાંતના ડૉક્ટરને કયારે મળવું જોઈએ?


oral ulcer, causes treatment in gujarati



મોઢામાં ચાંદા પડવા આમ જો તો ખૂબ જ સામાન્ય બીમારી છે, પણ શરૂઆતમાં દિવસોમાં તેની પીડા જમતી વખતે તેમજ બોલતી વખતે ખૂબ જ હેરાન કરી શકે છે. ચાંદા માટે એક વાત બહુ જ સારી એ છે કે મોટે ભાગે તે ૭ થી ૧૪ દિવસમાં મટી જ જાય છે. પણ પીડાદાયક દિવસો દરમિયાન શું કરવું. ચાલો જાણીએ.

 

ચાંદા પડવાના કારણો

  • મોઢામાં ચાંદા પડવાના ઘણા બધા કારણો હોય શકે છે, મુખ્ય કારણો જોઈએ તો, કોઈ પણ પ્રકારની ઇજા, જેમ કે કોઈ અણીદાર ખાવાની વસ્તુથી ઇજા,
  • એકદમ ગરમ વસ્તુથી દાઝી જવું,
  • કોઈ કેમિકલથી દાઝી જવું જેમ કે પાનમાં એકદમ તેજ ચૂનો
  • કોઈ કારણોસર શરીરની રોગપ્રતિકારક શક્તિ ઓછી થઈ જાય તો પણ ચાંદા પડી શકે છે
  • કબજિયાત, પાંડુરોગ, માનસિક તણાવ જેવી તકલીફોને કારણે વારંવાર ચાંદા પડી શકે
  • ઢીલા ચોકઠાથી ચાંદા પડી શકે 

 

મોઢામાં ચાંદા પડે તો શું કરવું?

  • ખાટું તેમજ તીખું ખાવાનું ટાળવું
  • ચાંદાને બ્રશથી કે ચમચીથી અડવાનું ટાળો.
  • મેડિકલ સ્ટોર્સ પરથી મળતી ચાંદાને ખોટું કરવાની ક્રીમ વાપરી શકાય 
  • મીઠાવાળા પાણીથી કોગળા કરી શકાય. મીઠું કુદરતી રીતે એન્ટિસેપ્ટિક તરીકે કામ કરે છે.
  • દાંત પર બ્રશ હળવા હાથે કરવું. ચાંદા પડ્યા છે, એટલે બ્રશ કરવાનું ટાળવું નહીં.

 

ચાંદા માટે દાંતના ડૉક્ટરને કયારે મળવું જોઈએ?

મોટે ભાગે ચાંદા ૭ થી ૧૪ દિવસમાં મટી જ જાય છે. તેમ છતાં નીચેની પરીસ્થિતિમાં નિષ્ણાત ડોક્ટરની સલાહ લેવી જોઈએ. 

  • ચાંદા ૩ અઠવાડિયા પછી પણ ના મટે.
  • ચાંદાની સાથે સાથે તાવ આવતો હોય અને અસહ્ય પીડા થતી હોય.
  • ચાંદા આખા મોઢામાં ફેલાઈ ગયા હોય.
  • પ્રવાહી પીવામાં પણ તકલીફ થતી હોય
  • ખૂબ જ મોટી સાઇઝનું ચાંદું પડ્યું હોય
  • વારંવાર મોઢામાં પડતાં અલ્સર માટે જો કબજિયાત, એનેમિયા કે શરીરની અન્ય કોઈ બિમારી જવાબદાર હોય તો તેના માટે જે તે યોગ્ય નિષ્ણાંત ડૉક્ટરને બતાવવું જોઈએ.
  • ૧ મહિનાથી ચાંદું પડ્યું હોય, મટતું ન હોય અને એમાં કોઈ પણ જાતનો દુખાવો ન થતો હોય ( જી, હા, ન થતો હોય) તો દાંતના ડૉક્ટરને બતાવવું જોઈએ, તે મોંઢાના કેન્સરનું ચાંદું હોઇ શકે છે.


You may like these posts: