શરીરની તંદુરસ્તી માટે દાંત તંદુરસ્ત હોવા જરૂરી છે, મોંઢું એ શરીરનું પ્રવેશદ્વાર છે, જો મોંમાં જ રોગનું ઘર હોય તો, આખું શરીર કઈ રીતે તંદુરસ્ત રહી શકે. દાંત અને પેઢાના રોગ થાય અને પછી સારવાર કરાવો, તેના કરતા તેની પહેલેથી જ એવી રીતે વ્યવસ્થિત સંભાળ લેવી જોઈએ જેથી રોગ શરૂ જ ન થાય. અંગ્રજીમાં એક કહેવત છે. “પ્રિવેન્શન ઇઝ બેટર ઘેન કયોર” એટલે કે “સારવાર કરતા સંભાળ સારી”. ચાણકયનીતિ મુજબ “રોગ અને દુશ્મનને તો ઉગતો જ ડામવો”.
અહી આપ જામનગરના જાણીતા ડેન્ટિસ્ટ ડૉ.ભરત કટારમલ દ્વારા સ્વસ્થ દાંત અને સુંદર સ્મિતને સમર્પિત, દુનિયાનું સૌ પ્રથમ ગુજરાતી ડેન્ટલ બ્લોગ પર દાંતના રોગો, તેના લક્ષણો, કારણો, તેની શક્ય સારવાર અને રોગને અટકાવવાની જાણકારી સરળ રીતે ગુજરાતીમાં મેળવી શકશો.